ચાલતી પટ્ટી

SPECIAL INSTRUCTION ◆ આ બ્લોગનો આશય માત્ર માહિતીનો પ્રસાર કરવાનો છે, બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે... ◆ જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી..આપના જણાવ્યે તુરંત જ તે માહિતી દૂર કરવામાં આવશે...
Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

2 જુલાઈ, 2017

જાણો માનવ રંગસૂત્રોનો અભ્યાસ

જાણો માનવ રંગસૂત્રોનો અભ્યાસ
માનવ રંગસૂત્રોનો અભ્યાસ કરવાની પધ્ધતિઓ મનુષ્યનાં રંગસૂત્રો જોવા માટેની બે પધ્ધતિઓ છે. 

(1). રક્તસંવર્ધન પધ્ધતિ..  અને 
(2). પેશીય સંસ્કરણ પધ્ધતિ
(1).  રક્તસંવર્ધન પધ્ધતિ
        આ પધ્ધતિમાં મનુષ્યના રૂધિરનો ઉપયોગ થાય છે.રૂધિરમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે.તેમાંથી માત્ર શ્વેતકણોમાં જ કોષકેન્દ્ર હોય છે. જો આપણે રંગસૂત્રો જોવા હોય તો એવો કોષ પસંદ કરવો પડે કે જેમાં કોષકેન્દ્ર હોય. આ પધ્ધતિ નીચે પ્રમાણે કાર્ય કરે છે.
(1). સૌ પ્રથમ સ્ટરીલાઇઝ(જંતુમુક્ત) ઇંજેક્શનની મદદથી ટેસ્ટટ્યુબમાં ૫(પાંચ)મી.લી રૂધિર લો.જંતુમુક્ત એટલા માટે કે કોઇ ઇન્ફેક્શન લાગુ ન પડે અને પાંચ મી.લી. એટલા માટે કે તે પૂરતો જથ્થો છે.
(2). તેમાં એક નાની ચપટી ભરીને એમોનિયમ ઓક્ઝલેટ ઉમેરવામાં આવે છે જેથી રૂધિર પ્રવાહી જ રહે, ગઠ્ઠો ન થઇ જાય
(3). તેને નીચા તાપમાને(રેફ્રીજરેટરમાં)મૂકો કેમે કે તેનાથી ભારે એવા લાલરંગના રક્તકણ નીચે બેસી જશે અને રંગવિહીન શ્વેતકણયુક્ત પ્રવાહી ઉપર રહેશે.
(4). હવે શ્વેતકણવાળું પ્રાવહી બીજી ટેસ્ટટ્યુબમાં નિતારી લો. અને રક્તવાળો ભાગ ફેંકી દો.
(5). હવે શ્વેતકણવાળા પ્રવાહીમાં ફાયટોહીમેગ્લુટાનીન(કઠોળ જેવા વર્ગની વનસ્પતિમાંથી મેળવેલ દ્રવ્ય) ઉમેરો. કેમકે ફાયટોહીમેગ્લુટાનીન સંવર્ધન માધ્યમ છે એટલે તે મળતાં કોષો વિભાજન પામશે.
(6). ટેસ્ટટ્યુબને ૩૭ ડીગ્રી સેલ્સીયસ તાપમાને ૭૨ કલાક સુધી ઇનક્યુબેટરમાં મૂકો કેમકે કોષ વિભાજન માટે આટલું તાપમાન જરૂરી છે અને ઈન્ક્યુબેટરમાં એટલા માટે કે સતત આ તાપમાન જળવાઇ રહેવું જોઇએ. આમ કરવાથી કોષ વિભાજન શરૂ થશે અને તેની વિવિધ અવસ્થાઓ આપણને જોવા મળશે.સૌથી સારા રંગસૂત્રો મધ્યાવથામાં જોવા મળે છે.
(7). હવે તેમાં કોલ્ચૉસીન નામનું રસાયણ નાંખો જેથી રંગસૂત્રો મધ્યાવસ્થામાં જકડાઇ જશે.
(8). આટલા બધા રસાયણો ભેગા થવાથી આખી ટેસ્ટટ્યુબ ભરાઈ જશે એટલે હવે તેને સેન્ટ્રીફ્યુઝ કરો જેથી કોષો બધા જ નીચે બેસી જશેઅને પ્રવાહી ઉપર રહેશે. આપણે કોષોની જરૂર છે આથી હવે ઉપરનું પ્રવાહી નિતારી લઈ ફંકી દો અને તેથી હવે ટેસ્ટટ્યુબમાં માત્ર કોષો જ રહેશે.
(9). હવે તેમાં નિમ્ન આસૃતિદાબવાળું પ્રવાહી-હાઇપોટોનીક (Hypotonic) દ્રાવણ નાંખો જેથી કોષો ફૂલશે.
(10). હવે તેને માઇક્રોપીપેટમાં લો અને ખૂબ ઉંચેથી સ્લાઇડ પર ટીપું પાડો.માઇક્રોપીપેટ એટલા માટે કે તેથી ખૂબ નાનું ટીપું પડશે અને ઉંચેથી એટલા માટે કે તેથી કોષો ફાટશે અને સ્લાઇડ પર રંગસૂત્રો છૂટાછવાયા પડશે.
(11). હવે સ્લાઈડપર અભિરંજક નાંખો જેવાંકે એસીટોકાર્મીન, ઍસીટૂર્સીન વિગેરે…આથી રંગસૂત્રો રંગીન બનશે અને માઇક્રોસ્કોપમાં સરળતાથી જોઇ શકાશે.
 (12). હવે સ્લાઇડ પર કવરસ્લીપ મૂક્યા વગર માઇક્રોસ્કોપના હાઇ પવરમાં જુઓ.
(13). માઇક્રોસ્કોપ પર કેમેરા ગોઠવીને રંગસૂત્રનો ફોટોગ્રાક લો.
(14). હવે આ ફોટામાંથી રંગસૂત્રોને કાપો
(15). રંગસૂત્રોનાં સમુહોની ગોઠવણી પધ્ધતિ પ્રમાણે રંગસૂત્રો ગોઠવો. જેને કેરીયોટાઇપ કહેવાય છે.

(2). પેશીય સંસ્કરણ પધ્ધતિ
        આ પધ્ધતિમાં શરીરના કોઇ ભાગમાંથી પેશીકોષો લેવાનાં હોય છે.
(1). આ માટે તમારા સર્જનને મળી જ્યારે કોઇનું ઓપરેશન કરાય ત્યારે થોડા પેશીકોષો મેળવી લો.
(2). હવે તેમાં ફાયટોહીમેગ્લુટાની નાંખો બાકીની આખી જ રીત ઉપર લખ્યા પ્રમાણે કરો.
હવે જ્યારે રંગસૂત્રોની ગોઠવણી કરવાની હોય(કેરીયોટાઇપ બનાવવાનો હોય) ત્યારે સૌ પ્રથમ રંગસૂત્રનાં પ્રકારો અને તેનાં સમૂહોની આપણને માહિતી હોવી જોઇએ.
રંગસૂત્રનાં પ્રકારો ચાર પ્રકારનાં રંગસૂત્રો હોય છે.
(1). મેટાસેન્ટ્રીક
(2). સબમેટાસેન્ટ્રીક
(3). એક્રોસેન્ટ્રીક
(4). ટીલોસેન્ટ્રીક

  (1). મેટાસેન્ટ્રીક રંગસૂત્રો 
       આ પ્રકારમાં રંગસૂત્રની બંને ભૂજાઓની બરાબર મધ્યમાં સેન્ટ્રોંમીયર આવેલું હોય છે, તેથી તેની બંને ભૂજાઓ સમાન હોય છે.
(2). સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો
      આ પ્રાકરમાં સેન્ટ્રોમીયર થોડું ઉપરની બાજુ હોય છે. આથી ઉપરની ભૂજા નાની(લઘુભૂજા)અને નીચેની ભૂજા મોટી(દીર્ઘભૂજા)હોય છે
(3). એક્રોસેન્ટીક રંગસૂત્રો
       આ પ્રકારમાં રંગસૂત્ર સબમેટાસેન્ટીક જેવા જ દેખાય છે પણ તેની લઘુભૂજા પર સેટેલાઇટ આવેલું હોય છે.
(4). ટીલોસેન્ટ્રીક રંગસૂત્ર
       આ પ્રકારમાં સેન્ટ્રોમીયર સૌથી ઉપરની તરફ હોય છે.અલબત્ત આ પ્રકારનાં રંગસૂત્રો મનુષ્યમાં જોવા મળતા નથી.

રંગસૂત્રનાં સમુહો
૧,૨,૩ જોડનાં રંગસૂત્રો-મોટા કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્ર-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૪,૫ જૉડનાં રંગસૂત્રો-મોટા કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્ર-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો.
૬ થી ૧૨ જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-સાત જોડ એટલે કે કુલ ૧૭ રંગસૂત્રો.
૧૩-૧૪-૧૫  જોડનાં રંગસૂત્રો-મધ્યમ કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૧૬-૧૭-૧૮ જોડનાં રંગસૂત્રો-નાના કદના સબમેટાસેન્ટ્રીક રંગસૂત્રો-ત્રણ જોડ એટલે કે કુલ ૬ રંગસૂત્રો.
૧૯-૨૦ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના મેટાસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલેકે કુલ ૪ રંગસૂત્રો.
૨૧-૨૨ જોડનાં રંગસૂત્રો-અત્યંત નાના કદના એક્રોસેન્ટ્રીક રંગસૂત્રો-બે જોડ એટલે કે કુલ ૪ રંગસૂત્રો.
૨૩ મી જોડનાં રંગસૂત્રો-એક જોડ એટલે કે બે રંગસૂત્રો.
જો આ જોડમાં બંને રંગસૂત્રો મધ્યમ કદના સબ મેટાસેન્ટ્રીક હોય તો તે માદાનાં(સ્ત્રીનાં)રંગસૂત્રો હોય છે.
જો આ જોડમાં એક રંગસૂત્ર મધ્યમ કદનું સબમેટાસેન્ટ્રીક અને બીજું અત્યંત નાના કદનું એક્રોસેન્ટ્રીક હોય તો તે નરનાં (પુરુષનાં) રંગસૂત્રો હોય છે.
કેરીયોટાઇપનાં ઉપયોગો...
(1). આ રીતે કેરીયોટાઇપથી કોઇ પણ વ્યક્તિની જાતિ નક્કી કરી શકાય છે.
(2). કોઇપણ અજ્ઞાત વ્યાક્તિ પુરુષ છે કે સ્ત્રી તે જાણી શકાય છે.
(૩). ગર્ભાશયમાં રહેલા બાળકની જાતિ નક્કી કરી શકાય છે.
(4). જો ગર્ભાશયમાં રહેલા બાળકમાં કુલ ૪૬ થી વધુ કે ઓછા રંગસૂત્રો હોય તો તે બાળક વિકૃત જન્મવાની શક્યતા રહેલી હોય છે. આ પધ્ધતિથી ગર્ભ સામાન્ય છે કે વિકૄત તે જાણી શકાય છે.
(5). ખૂન,હત્યા જેવા ગુનામાં ગુનેગાર પુરુષ છે કે સ્રી તે જાણી શકાય છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
1 જુલાઈ, 2017

માનવશરીરનાં રહસ્યો વિશે જાણીએ.

અચરજ પમાડે તેવા માનવશરીરનાં રહસ્યો વિશે જાણીએ...

ઘણી વખત માનવ શરીર વિશે વિચાર આવતા હોય છે તે કઇ રીતે કામ કરતું હશે રોજિંદા જીવનમાં આપણું શરીર શું અને કેટલું કામ કરે છે તે જાણવું રસપ્રદ રહેશે.

માનવશરીરનાં રહસ્યો

•  આપણે નિયમિત ૪૦૦ થી ૨૦૦૦ મીલીની માત્રામાં મૂત્રત્યાગ કરીએ છીએ.
•  આપણી ત્વચાનું વજન ૪ કિગ્રા અને હરક્ષેત્ર ૧.૩-૧.૭ સ્કેવર મી.થી ઢંકાયેલું હોય છે.
•  શરીરમાં સમસ્ત ઊર્જાનો અડધો ભાગ ફક્ત માથા દ્રારા જ ખર્ચ થાય છે.
•  શ્વાસ રોકેલો રાખવાથી પણ મનુષ્યનું મૃત્યુ નથી થતું.
•  માનવ શરીરમાં આંખની પુતળીનો આકાર જન્મ થી લઇ મૃત્યુપર્યંત જેમનો તેમ રહે છે.
•  રક્તનો તરલ ભાગ પ્લાઝમા કહેવાય છે.
•  સામાન્ય રીતે વ્યક્તિના પ્રતિદિન ૨૫ થી ૧૨૫ વાળ ઊતરે છે.
•  આપણું દિલ એક મિનિટમાં ૭૦ વાર અને એક દિવસમાં એક લાખ થી પણ વધુ વાર ધડકે છે.
•  ગલગલિયાંના સંદેશો આપતા સ્નાયુ ૩૨૨ કિલોમીટર પ્રતિઘંટાની રફતારથી ચાલે છે.
•  આપણે એક જ દિવસમાં લગભગ ૨૦ હજાર વાર પાંપણ ઝપકાવીએ છીએ.
•  બે સેકન્ડમાં આવતી છીંકને નાક સુધી પહોંચવામાં ૧૬૦ કિમી પ્રતિકલાકની સફર તય કરવી પડે છે. તેની રફતાર એક ભાગતી ટ્રેનની ગતિના બરાબર હોય છે.
•  પ્રતિદિન લાખ મસ્તિષ્કની કોશિકાઓ ખર્ચાય છે. સૌભાગ્ય થી આપણી પાસ ૧૦૦ બિલિયન (એક અરબ) કોશિકાઓ હોય છ.
•  એક નિરોગી મનુષ્યના શરીરથી લગભગ સવા લિટર પરસેવો પ્રતિદિન નીકળી હવામાં ઊડી જાય છે.
•  આપણું મગજ દસ હજાર વિભિન્ન ગંધોને તેની અંદર સંગ્રહી શકે છે, તેને યાદ રાખી શકે છે અને તેને ઓળખી પણ શકે છે.
•  સૂતી વખતે આપણે સંપૂર્ણપણે નિંદ્રામાં હોઇએ છીએ, પરંતુ એ સાચું નથી. આઠ કલાકની નિંદ્રામાં ૬૦ ટકા તો આપણે કાચી ઊંઘમાં હોઇએ છીએ.૧૮ ટકા ઘેરી નિંદ્રા લઇએ છીએ તો ૨૦ ટકા સ્વપનાં જોવામાં કાઢી નાખીએ છીએ.
•  આપણા શરીરમાં એટલો કાર્બન હોય છે કે ૯૦૦ પેન્સિલ ભરાઇ જાય. એટલી વસા હોય છે કે ૭૫ મીણબત્તી બની શકે. અને એટલું ફોસ્ફરસ હોય છે કે ૨૨૦ માચીસની દીવાસળી બની શકે. એટલા માત્રામાં લોહતત્વ હોય છે કે તેમાંથી ૭.૫ મીટરની ખીલી બની શકે.
•  વિશ્વમાં સર્વાધિક માત્રામાં ૪૬ ટકા મળનારું બ્લડગુ્રપ ‘ઓ’ છે.
•  આપણું પેટ પ્રતિદિન ૨ લિટર હાઇડ્રોક્લોરિક એસિડ નિર્મિત કરે છે. આ એસિડ એટલું શક્તિશાળી હોય છે કે જેનાથી ધાતુ પણ પીગાળી શકાય છે. આમ છતાં તે પેટના બહારના પડને ખરાબ નથી કરતું.કારણકે પેટના પડ પર પાંચ લાખ કોશિકાઓ હોય છે જે પ્રતિમિનિટ બદલાય છે.


•  આપણે જે પણ ખાઇએ છીએ તેને પાંચ ભાગમાં વહેંચી શકાય છે. તે કાર્બોહાઇડ્રેટ,પ્રોટીન,વસા, વિટામિન અને લવણ છે.
•  પ્રોટીન શરીરની કોશિકાઓનો મુખ્ય પદાર્થ છે.
•  માનવ રક્તમાં શ્વેત રક્તકણિકાઓનો આકાર ૦.૭ મિલી મીટર હોય છે.
•  સાબિત થયેલું છે કે સૂતી વખતે આપણું મગજ ટેલિવિઝન જોવાની સરખામણીમાં વધુ સક્રિય હોય છે.
•  એક સામાન્ય માણસ જીવનમાં લગભગ ૬૦ હજાર પાઉન્ડ ખાવાનું આરોગે છે.
•  આપણું જમણું ફેફસું,ડાબા ફેંફસા કરતાં મોટું હોય છે. એનું કારણ હૃદયનું સ્થાન અને આકાર છે.
•  એક સામાન્ય વ્યક્તિ પોતાના સાઠ વરસના જીવનકાળમાં લગભગ એક લાખ કિલોમીટર જેટલું ચાલે છે.
•  માનવ જીવનમાં વધુ સમય સુધી જીવિત રહેનારી કોશિકા બેન કોશિકા છે તે જીવનપર્યંત જીવે છે.
•  મનુષ્ય એક જ શ્વાસમાં ૫૦૦ મિલીમીટર હવા ખેંચે છે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.

18 ઑગસ્ટ, 2016

જાણો નવી શરત - જુની શરત શું છે?


જાણો નવી શરત - જુની શરત શું છે? આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.